/connect-gujarat/media/post_banners/cab65143fca6b5913330f467005fbba585f5149c34fe779136063648d4734548.jpg)
પાટણ રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે ગામમાં પ્રચાર કરવા પહોંચેલા ચંદનજી ઠાકોરને ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની પરાયણ જોવા મળી રહી છે.પાણીના એક બેડા માટે ગામ લોકો વલખા મારી રહ્યા છે.રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડો ના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનવ્યો છે પરંતુ તેમ છતાં રાધનપુર વિસ્તારમાં જ પીવાના પાણી બુમરાણ ઉઠી છે.પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર પ્રવાસે જતા ગામ લોકોએ તેઓને ઉગ્ર રજુઆત કરી હતી.