/connect-gujarat/media/post_banners/0c1ac9a90b982145cdf61ec37d68210629651927baff45e13245a2ca0b731263.jpg)
બોટાદ ખાતે દેવીપુજક હિન્દુ સમાજની દીકરી પર બળાત્કારની બનેલી ઘટનાના વિરોધમાં પાટણના રાધનપુરમાં રેલી કાઢી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી
સમગ્ર દેશમાં બળાત્કારની ઘટનાઓ દીન-પ્રતિદીન વધતી જાય છે. દીકરીઓ અસુરક્ષિત હોય તેવુ લોકો અનુભવ કરી રહ્યા છે. થોડા દિવસ પુર્વે બોટાદ શહેરમાં બાળકીને પીંખી નાખવાની ઘટના બની છે.8 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારતા હાહાકાર મચી ગયો હતો. જ્યાં દેવીપૂજક સમાજની 8 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેને મારી નાખવામાં આવી હતી. બોટાદ ખાતે દેવીપુજક હિન્દુ સમાજની દીકરી પર બળાત્કારની બનેલી ઘટનાને લઈને તેને ન્યાય અપાવવા માટે રાધનપુર ખાતે વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજા થાય તેવી માગણી હિન્દુ સંગઠનો અને દેવીપુજક સમાજ દ્વારા કરવામાં આવી છે.નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુ સંગઠનો અને દેવીપુજક સમાજે ફાંસીની સજાની માંગ કરી છે