પાટણ: રાધનપુરના રામનગરના રહીશોએ ઉચ્ચારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી,જુઓ શું છે કારણ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7માં રામનગરમાં રહેતા રહીશો દ્વારા વિકાસના કામો ના થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
પાટણ: રાધનપુરના રામનગરના રહીશોએ ઉચ્ચારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી,જુઓ શું છે કારણ

પાટણની રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7ના રામનગર ના રહેશો દ્વારા લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી વિકાસના કામો ના થતાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7માં રામનગરમાં રહેતા રહીશો દ્વારા વિકાસના કામો ના થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ગટરની સમસ્યાઓ,વીજળી ડીમ આવવાની સમસ્યાઓ, સફાઈની સમસ્યાઓ જોવા મળે છે.આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. લોકસભાની ચૂંટણી પહેલા વિકાસના કામો ના થાય તો મતદાનથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest Stories