પાટણ : કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી,પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી શરૂ કરી તપાસ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ,કોલેજ,ખાનગી ઉદ્યોગ સહિતના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ અંગેની ધમકી ભર્યા ઈમેલ મળી રહયા છે.ત્યારે વધુ એક ઈમેલ પાટણના જિલ્લા કલેકટર અરવિંદ વિજયનને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો

New Update
  • બોમ્બથી ઉડાવી દેવાની વધુ એક ધમકી

  • પાટણ કલેક્ટરને મળ્યો ધમકી ભર્યો ઈમેલ

  • કલેકટરના ઈમેલ આઈડી પર આવ્યો ઈમેલ

  • 200 કર્મચારીઓને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા

  • પોલીસે બોમ્બ સ્કવોડની મદદથી શરૂ કરી તપાસ

Advertisment

પાટણમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના ઈમેલ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. કલેક્ટર ઓફિસને બોમ્બની ધમકી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્કૂલ,કોલેજ,ખાનગી ઉદ્યોગ સહિતના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ અંગેની ધમકી ભર્યા ઈમેલ મળી રહયા છે.ત્યારે વધુ એક ઈમેલ પાટણના જિલ્લા કલેકટર અરવિંદ વિજયનને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો,જેમાં પાટણ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

પાટણ કલેક્ટર ઓફિસમાં 3 વાગ્યે બોમ્બની ધમકી મળી હતી. જેને લઈને 200થી વધુ કર્મચારીઓને કલેક્ટર ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ધમકીને પગલે પોલીસનો કાફલો અને  બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો,અને કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ધમકી ભરેલો મેઇલ મજાક મસ્તીમાં કરવામાં આવ્યો છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.જોકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment