પાટણ: ચાર મહિલાઓએ 12 તોલા સોનાના દાગીનાની કરી ચોરી,પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી

New Update
પાટણ: ચાર મહિલાઓએ 12 તોલા સોનાના દાગીનાની કરી ચોરી,પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી

પાટણ પોલીસને મોટી સફળતા મળી છે. 12 તોલા સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થનાર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ તાલુકાના કુણઘેર ગામે સોની વેપારીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં દાગીના પસંદ કરવાના બહાને આવેલી ચાર મહિલાઓએ 12 તોલા સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. આ ટોળકીને પાટણ એલસીબી પોલિસે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ 7 લાખ રૂપિયાના દાગીના અને એક કાર મળી કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગત 3 જુલાઈના રોજ રૂપિયા 7 લાખના ઘરેણાની ચોરી કરી પલાયન થઈ જવાની ઘટનાને આ મહિલા ટોળકીએ અંજામ આપ્યો હતો જોકે વેપારીની ફરિયાદના આધારે પોલીસે આ ટોળકીને પકડવા જુદી જુદી ટીમ બનાવી ગણતરીના દિવસોમાં જ કચ્છ જિલ્લાની ત્રણ મહિલા એક પુરુષ તેમજ હારીજના સોઢવ ગામની મહિલા મળી કુલ ચાર મહિલાઓ તેમજ એક પુરુષને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories