/connect-gujarat/media/post_banners/e63be060b510ad40722ee62a4e958dbd4f105d79370bafce88610f14407cc7e7.jpg)
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢીયા-પીપળીયા ગામ નજીક જમીનમાંથી કાળો પદાર્થ નીકળ્યો હતો, જે સુકાઈ જતાં કાચ જેવો બની ગયો હતો. જેને જોઈ આસપાસના ગ્રામજનો અચંબિત થઈ ઉઠ્યા હતા.
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢીયા-પીપળીયા ગામ નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઢૂંઢીયા-પીપળીયા ગામ નજીક જમીનમાંથી કાણાં પડી જઈને કાળો પદાર્થ નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ ઘટના ઢૂંઢીયા-પીપળીયા ગામથી 3 કિલોમીટર દૂર જમીનમાં જોવા મળી હતી. ઢૂંઢીયા-પીપળીયાના ચામુંડા માતાજીના મંદિર નજીક 500 મીટરના વિસ્તારમાં અચાનક કાળો પદાર્થ નીકળ્યો હતો. જમીનમાંથી કાળો પદાર્થ નીકળીને સુકાઈ જતાં કાચ જેવો બન્યો હતો. મંદિરે દર્શને આવેલા દર્શનાર્થીઓને કાળો પદાર્થ નજરે ચડતા તેઓ પણ અચંબિત થયા હતા. સમગ્ર મામલે ઢૂંઢીયા પીપળીયાના સરપંચ દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. જોકે, જમીનમાંથી લાવા જેવો પદાર્થ નીકળ્યો હોવાનું પણ લોકોએ અનુમાન લગાવ્યું છે.