Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠાના વડાલી ગામના લોકો કાળી ચૌદશે સ્મશાનમાં પહોંચે છે અને દિવડા પ્રગટાવી કરે છે આરતી

વડાલી ગામના લોકોએ બાળકો સાથે સ્મશાનમાં જઇ સ્મશાનને દીવડાઓથી શણગારી, શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની અનોખી રીતે ઉજવણી કરી હતી.

X

આમ તો કાળીચૌદશની રાત્રીએ લોકો સ્મશાનની આસપાસથી નિકળતા પણ ડરતા હોય છે, ત્યારે વડાલી ગામના લોકોએ બાળકો સાથે સ્મશાનમાં જઇ સ્મશાનને દીવડાઓથી શણગારી, શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની અનોખી રીતે ઉજવણી કરી હતી.





તમને દેખાતુ આ દ્રશ્ય કોઇ આમ જગ્યાનું નથી, પરંતુ આ દિવડાઓથી શણગારેલુ સ્થળ સમશાન છે. વાત છે સાબરકાંઠાના વડાલી ગામના લોકોની કે જેઓએ પોતાની ભક્તીને સ્મશાનમાં જઇને પ્રગટ કરી છે. બાળકો હોય કે પછી મહીલાઓ આ બધાજ ગામના લોકો સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઇને સ્મશાનને દીવડાઓથી ઝાકમઝોળ ભર્યુ બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મુર્તી સમક્ષ એકઠા થઇને ભગવાનની આરતી ઉતારે છે, આમ કાળી ચૌદશે ગામના લોકો ભક્તિમય થઇને કાળી ચૌદશને ભક્તીથી ઉજવે છે.


આમ તો કાળી ચૌદશે સ્મશાનનુ નામ સાંભળતા જ લોકો ડરી જતાં હોય છે. પરંતુ વડાલીના ગામના લોકો માટે હવે ગામનુ સ્મશાનએ એક ભક્તીનુ સ્થળ બની ગયુ છે. ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદશની રાતે અહી અંધકારમાં સ્મશાનમાં હરખ ભેર આવે છે અને સ્મશાનને ઝાકમઝોળ કરીને આરતી કરી ભક્તી ભાવ પ્રાગટ્ય કરે છે. ગામના લોકોને હવે આ વાતનો મનમાં ડર નહી પણ ભક્તીનો પર્યાય બની ગયો છે. છેલ્લા અઢાર વર્ષથી અહી આ રીતે સ્મશાનમાં આરતીનુ આયોજન કરવામા આવે છે.

Next Story