નવસારી રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પ્રથમ વખત સ્ટોપેજ મળતા લોકોમાં ખુશીનો માહોલ...

નવસારી રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પ્રથમ વખત સ્ટોપેજ મળ્યું છે, ત્યારે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે ટ્રેનને લીલી ઝંડી બતાવી મુંબઈ તરફ પ્રસ્થાન કરાવી હતી.

New Update
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મળ્યું નવસારીમાં સ્ટોપેજ

  • પ્રથમ વખત સ્ટોપેજ મળતા રહી હતી ઐતિહાસિક ક્ષણ

  • કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલે ટ્રેનને લીલી ઝંડી બતાવી

  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મુંબઈ તરફ પ્રસ્થાન કરાવી

  • નવસારી રેલવે સ્ટેશનના વિકાસ માટે પણ ચર્ચા કરાય 

નવસારી રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મેળવવા માટે થોડા સમય પહેલા નવી દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહ દ્વારા ટ્રેનના સ્ટોપેજની માંગણી તેમજ રેલવે સ્ટેશનના વિકાસ માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નવસારીના ધારાસભ્ય નરેશ પટેલરાકેશ દેસાઈ જોકેરેલવે મંત્રાલયે આ માંગણીને સ્વીકારી લીધી હતી. વંદે ભારત ટ્રેનના સ્ટોપેજથી નવસારીના લોકોને મોટો ફાયદો થશે. હવે મુંબઈ અને અમદાવાદની મુસાફરી માત્ર 3 કલાકમાં પૂરી થશે. આ સુવિધાથી વિદ્યાર્થીઓવેપારીઓ અને ઉદ્યોગકારોનો મુસાફરી સમય ઘટશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે વધુ સારી રીતે જોડાશે.

Latest Stories