સાબરકાંઠા પ્રાંતિજ નજીક ટામેટા ભરેલ પિકઅપ વાન 40 ફૂટ નીચે ખાબક્યું

રાજસ્થાનથી અમદાવાદ તરફ ટામેટા ભરીને જતી પિકઅપ વાન રેલવે ઓવરબ્રિજ પરથી રોડ સાઈડ 40 ફૂટ નીચે ખાબકતા ટામેટા વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાલક અને માલિકનો આબાદ બચાવ થયો

New Update
પિકઅપ વાન 40 ફૂટ નીચે ખાબક્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે પર ટામેટા ભરેલ પિકઅપ વાન રોડ સાઈડ 40 ફૂટ નીચે ખાબક્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે પર રાજસ્થાનથી અમદાવાદ તરફ ટામેટા ભરીને જતી પિકઅપ વાન રેલવે ઓવરબ્રિજ પરથી રોડ સાઈડ 40 ફૂટ નીચે ખાબકતા ટામેટા વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાલક અને માલિકનો આબાદ બચાવ થયો હતો.

આ અંગેની વિગત એવી છે કેરાજસ્થાનના કોટાના બુંદીથી પિકઅપ વાનમાં ટામેટા ભરીને વેચાણ અર્થે અમદાવાદ શાક માર્કેટમાં આવી રહ્યા હતા. આ દરમિયાન પ્રાંતિજના રેલવે ઓવરબ્રિજ પરથી આકસ્મિક રીતે પિકઅપ વાન રોડ સાઇડમાં 40 ફૂટ નીચે ખાબકીને ખેતરમાં પડ્યું હતું. જેને લઈને ટામેટા વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં ચાલક અને માલિક બંનેનો આબાદ બચાવ થયો હતો. જોકેવેરવિખેર થયેલા ટામેટા એકઠા કરીને અન્ય વાહનમાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Latest Stories