ઉજ્જૈનથી 800 KMનું અંતર કાપી ગીર સોમનાથ પહોચ્યા કાવડયાત્રીઓ, ક્ષીપ્રા નદીના જળથી સોમનાથ દાદાને કરાશે જળાભિષેક…

આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ શ્રાવણ માસમાં શિવભક્તો અનેક કઠિન ઉપાસનાઓ કરતા હોય છે

New Update
ઉજ્જૈનથી 800 KMનું અંતર કાપી ગીર સોમનાથ પહોચ્યા કાવડયાત્રીઓ, ક્ષીપ્રા નદીના જળથી સોમનાથ દાદાને કરાશે જળાભિષેક…

હાલ ચાલી રહેલ પવિત્ર અધિક શ્રાવણ માસ નિમિત્તે ઉજ્જૈનથી 800 કિલોમીટરનું અંતર કાપી ગીર સોમનાથના વેરાવળ ખાતે ક્ષિપ્રા નદીનું પવિત્ર જળ ભરવા કાવડયાત્રીઓ આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ શ્રાવણ માસમાં શિવભક્તો અનેક કઠિન ઉપાસનાઓ કરતા હોય છે, ત્યારે ઉજ્જૈનથી સોમનાથ 3 કાવડયાત્રીકો 800 કિલોમીટરનું અંતર કાપી 36 દિવસ બાદ ગીર સોમનાથના વેરાવળ નજીક પહોંચ્યા છે, જ્યાં ક્ષિપ્રા નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી અને માર્ગમાં હર હર મહાદેવના નાદ સાથે આ કાવડિયાઓ સોમનાથ નજીક પહોંચતા જ ભાવવિભોર બન્યા છે. ભગવાન સોમનાથ સદાય તેમને પદયાત્રાની શક્તિ આપે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય જીવ માત્ર સુખી બને તેવી ઉત્તમ મનોકામના સાથે ઉજ્જૈનના શિવભક્ત નિરંજન બાપુ તેમજ સહયાત્રી લોકેન્દ્ર ક્ષોત્રિય સહિત 3 યાત્રિકો ઉજ્જૈનથી સોમનાથ પહોંચી ગયા છે. આ સાથે જ રાજકોટ અને સુરેન્દ્રનગરથી અન્ય 3 ભાવિકો પણ તેમની યાત્રામાં જોડાયા છે. જે સોમવારે પવિત્ર ક્ષીપ્રા નદીના જળથી ભગવાન સોમનાથને જળાભિષેક કરશે. કાવડ યાત્રીઓએ જણાવ્યું હતું કે, અમે છેક ઉજ્જૈનથી નીકળ્યા છે. પરંતુ ગુજરાતની સીમામાં પ્રવેશ કરતા ગુજરાતના પ્રજાજનોએ અમને અતિથિની જેમ સાચવ્યા છે. અનેક સંતો-મહંતોના આશ્રમો તેમજ અનેક ભાવિકોએ અમારું હૃદયથી સ્વાગત કરવા સાથે અમારી સેવા પણ કરી છે. જેથી સમગ્ર ગુજરાતવાસીઓનો તમામ કાવડયાત્રિઓએ આભાર માન્યો હતો.

Latest Stories