Connect Gujarat
ગુજરાત

PM મોદીએ ગુજરાતમાં કર્યો ભાજપનો જંગી ચૂંટણી પ્રચાર, ગજવી જનસભાઓ...

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.

X

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક જ મહિના સતત 5 વાર ગુજરાતની મુલાકાત લીધી છે. વડાપ્રધાન ગઈકાલથી ફરી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઈકાલે તેમણે ભરૂચના નેત્રંગ, ખેડા અને સુરતમાં જનમેદનીને સંબોધન કર્યું હતું, ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાને ભાવનગર પાલીતાણામાં સભાને સંબોધન કર્યું હતું, જ્યાંથી તેઓ અંજાર જવા રવાના થયા હતા. અંજારથી PM મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, હવે કચ્છના છેવાડાના ગામડાઓમાં પણ નર્મદાનું પાણી પહોંચ્યું છે. કચ્છએ 2022માં નિર્ણય કર્યો હતો કે, મોદી સાથે ચાલવું છે, અને મોદીએ કચ્છ સાથે ચાલવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ આ ચૂંટણીમાં લોકોએ 5 વર્ષનો નહીં આગામી 25 વર્ષનો નિર્ણય કરવાનો છે તેમ જણાવી PM મોદીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Next Story