નર્મદા : PM મોદીના હસ્તે રૂ.9700 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ,આદિવાસી ગૌરવગાથાને બિરદાવી

પીએમ મોદીએ આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર કુળદેવી માતા દેવ મોગરા મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી ત્યારબાદ ડેડીયાપાડામાં એક જંગી સભાને સંબોધિત કરી

New Update
  • જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી

  • ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતિનો પ્રસંગ

  • પીએમ મોદીએ કર્યા દેવમોગરા માતાજીના દર્શન

  • પીએમએ આપી રૂ.9700 કરોડના વિકાસકાર્યોની ભેટ

  • 250 નવી એસટી બસોને લીલીઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસમુંડાની 150મી જન્મજયંતિ પ્રસંગની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,પીએમ મોદીએ આ પ્રસંગે આદિવાસી સમાજના કુળદેવી માતાના દર્શન કર્યા હતા.તેમજ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે સવારે સુરત એરપોર્ટ ખાતે આગમન થયું હતુંજ્યાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સુરતના આંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી.સુરત ખાતેના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પહોંચ્યા હતા. તેઓ 'જનજાતિય ગૌરવ દિવસઅને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા હતા.

તેઓએ પ્રથમ આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર કુળદેવી માતા દેવ મોગરા મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ ડેડીયાપાડા ખાતે એક જંગી સભાને સંબોધિત કરી હતી.પીએમ મોદીએ સભા સ્થળ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને વંદન કર્યા હતા.

ડેડીયાપાડા ખાતે પીએમ મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા,રાજ્યમંત્રી નરેશ પટેલ,સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના આગેવાનો તેમજ ભગવાન બિરસામુંડાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે દેશભરમાંથી આદિજાતિ નૃત્યની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી,જે નિહાળીને સૌ ઉપસ્થિતો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

દેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદીએ રૂપિયા 9700 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.તેમજ 250 જેટલી નવી આદિવાસી વિસ્તારમાંથી એસટી બસને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી.ત્યાર બાદ જંગી જનસભાને પણ સંબોધિત કરી હતી.પીએમ મોદીએ જનમેદનીને સંબોધિત કરીને આદિવાસી ગૌરવગાથાને બિરદાવી હતી,અને દેશ તેમજ સમાજ માટે બલિદાન આપનાર આદિવાસી જનનાયકોને યાદ કર્યા હતા.

Latest Stories