/connect-gujarat/media/post_banners/a82e728aa63fe7f2a1ecd7dbb6783021daa29dfe7cddad6a6e723ecc203bb940.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1 મે ના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 1 અને 2 બન્ને દિવસ ગુજરાતમાં છે ત્યારે તેને લઈને પીએમના કાર્યક્રમ અને સભાઓને લઈને માહિતી સામે આવી છે.
વડાપ્રધાન મોદી ગુજરાતમાં1 અને 2મેના રોજ પ્રચાર માટે ધમરોળશે. આ બે દિવસમાં જ 6 ચૂંટણી સભાઓને કરશે સંબોધન કરશે. આ સાથે 14 લોકસભા અને 70 વિધાનસભા બેઠકને PM મોદી આવરી લેશે. કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની તમામ બેઠકો આવરી લેશે.ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાનની ઉત્તર ગુજરાતમાં સભા છે. જે 1 મેના રોજ બે જંગી જાહેરસભા થકી પાંચ લોકસભા ક્ષેત્રને પીએમ મોદી આવરી લેશે. પીએમ આ દિવસે ડીસામાં અને હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર કરશે. જે બાદ બીજા દિવસે એટલે કે 2 મેએ ચાર જનસભા થકી 8 લોકસભા બેઠક આવરી લેશે. PM મોદી 2 મેના રોજ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં પણ પ્રચાર કરવા પહોંચશે.