દાહોદ : ભાઈ પાસેથી પૈસા પડાવવા કર્યું અપહરણનું નાટક,પોલીસે મધ્યપ્રદેશથી ચાર યુવકોની કરી ધરપકડ

દાહોદમાં રાહુલ નામના યુવકનું બોલેરો કારમાં અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી,અને પોલીસ દ્વારા અપહ્યત યુવકને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી

New Update
  • દાહોદમાં યુવકના અપહરણનો મામલો

  • બોલેરો કારમાં થયું હતું અપહરણ

  • અપહ્યત યુવકને શોધી કાઢતી પોલીસ

  • ભાઈ પાસે પૈસા પડાવવા રચ્યું અપહરણનું તરકટ

  • પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ  

દાહોદમાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે,જેમાં ભાઈ પાસેથી પૈસા પડાવવા માટે પોતાના અપહરણનું નાટક રચવામાં આવ્યું હતું,જોકે પોલીસ તપાસમાં સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો હતો,અને પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

દાહોદમાં રાહુલ નામના યુવકનું બોલેરો કારમાં અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી,અને પોલીસ દ્વારા અપહ્યત યુવકને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી,તેમાં પોલીસને સફળતા મળી હતી,અપહરણકારોની જાળમાંથી મધ્યપ્રદેશના કઠીવાડાથી અપહ્યત રાહુલને મુક્ત કરાવીને પોલીસે અપહરણકારોને ઝડપી લીધા હતા,જોકે પોલીસની તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.જેમાં ખુદ રાહુલે પોતાના ભાઈ પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું તરકટ રચ્યું હોવાનું જાણવા મળ્યું હતું,પોલીસે હાલ તો રાહુલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

Latest Stories