સાંસદ મનસુખ વસાવાએ 27 જાન્યુઆરીના રોજ યોજાયેલી એક સભામાં આદિવાસી સમાજના લોકો અંગે અબબબ....અંગે નિવેદન કર્યું હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કેટલાક વ્યક્તિઓ દ્વારા અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.આ મામલે ત્રણ અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ત્રણેય આઈડી ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે આ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા ત્રણ ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી એક આઈડી ધરાવનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. અભદ્ર ટિપ્પણી કરનાર લાલા ડામોરને રાજપીપલા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.પકડાયેલ આરોપી ગરબાડા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ રાજપીપલા પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ અન્ય બે આઈડી ધારકો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
નર્મદા: મનસુખ વસાવા અંગે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર 3 ઇન્સ્ટા.આઈ.ડી.ધારકો સામે પોલીસ ફરિયાદ !
ઇન્સ્ટાગ્રામ પર સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કેટલાક વ્યક્તિઓ દ્વારા અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેના પગલે ત્રણેય આઈડી ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી