બિશ્નોઇ ગેંગના સાગરીત પર પોલીસે કર્યું ફાયરિંગ
આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો કર્યો પ્રયાસ
બિશ્નોઇ ગેંગના લિકર કિંગને પગમાં વાગી ગોળી
આરોપીની આસામથી કરી હતી ધરપકડ
ગાંધીનગર લાવતી વખતે બની ફાયરિંગની ઘટના
દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું છે. આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી.
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ લિકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ ખાનગી વાહનમાં બાય રોડ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા SMCના પોલીસકર્મીનું ગળું દબાવ્યું હતું, બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપીને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી હતી. અને ઈજાગ્રસ્ત આરોપીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.