અમરેલી : યુવકની હત્યા થઈ હોવાની આશંકા સાથે પોલીસે ભાડેર ગામમાં ખોદકામ કરાવતા મૃતદેહ મળ્યો..!

અમરેલી જિલ્લાની ધારી પોલીસને માહિતી મળી હતી કે, ભાડેર ગામમાં એક યુવકની હત્યા થઇ છે, અને તેનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો છે. હાલ મૃતદેહને PM અર્થે ખસેડવામાં આવ્યો છે

New Update
  • ભાડેરમાં યુવકની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા

  • ધારી પોલીસે ખેતરમાં ખોદકામ કર્યું તો મૃતદેહ મળ્યો

  • મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક PM માટે ખસેડાયો

  • યુવકના મોતનું રહસ્ય ઉકેલવા પોલીસ દ્વારા કવાયત

  • પોલીસે પરિજનો સહિત શંકાસ્પદોની પુછપરછ શરૂ કરી 

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાં જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ પોલીસે બહાર કાઢ્યો છે. યુવકની હત્યા થઇ હોવાની આશંકા સાથે મૃતદેહને ભાવનગર ફોરેન્સિક PM અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લાની ધારી પોલીસને માહિતી મળી હતી કેભાડેર ગામમાં એક યુવકની હત્યા થઇ છેઅને તેનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો છે. આ માહિતીના આધારે ધારી ASP સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભાડેર ગામ પહોંચ્યા હતાજ્યાં એક વાડીમાં શંકા જતા પંચોની હાજરીમાં ખોદકામ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

ધારી પોલીસે યુવકના મોતનું સાચુ કારણ જાણવા માટે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. તો બીજી તરફયુવકના મોતનું રહસ્ય ઉકેલવા પોલીસે મૃતકના પરિવારજનો સહિત કેટલાક શંકાસ્પદોની પુછપરછ શરૂ કરી છે.

Latest Stories