/connect-gujarat/media/post_banners/01b96ee3b28c24d27274776966e538280e7278449796cde90528583553ab625e.jpg)
ગુજરાતમાં પોલીસ 31મી ડીસેમ્બરની રાત્રિએ નશેબાજોને પકડવામાં વ્યસ્ત રહી હતી તો બીજી તરફ તસ્કરોએ વિવિધ સ્થળોએ ધાપ મારી પોલીસને પડકાર ફેંકયો હતો.
ઓમીક્રોનના કહેર વચ્ચે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરાય હતી. થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપુર્ણ માહોલમાં થાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એક તરફ પોલીસ પીધેલાઓને પકડવામાં વ્યસ્ત હતી તો બીજી તરફ તસ્કરોએ પોલીસને હંફાવી હતી. ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરના વડવા વિસ્તારમાં એક સાથે ત્રણ મકાનોમાં ચોરીના બનાવ બન્યાં છે. ત્રણેય મકાનોમાંથી આશરે 50 હજાર રૂપિયાની મત્તાની ચોરી થયાનું મકાન માલિકો તરફથી જાણવા મળ્યું છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
સૌરાષ્ટ્રના ભાવનગર તો દક્ષિણ ગુજરાતના કોસંબામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો. કોસંબાની ગોલ્ડન પામ સીટીમાં ચોરીની ઘટના બની હતી. સોસાયટીમાં રહેતાં એનઆઇઆરના મકાનની ગ્રીલ તોડી તસ્કરોએ મકાનની અંદર પ્રવેશ કર્યો છે. મકાનમાંથી કિમંતી વસ્તુઓ નહિ મળતાં તસ્કરો ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી ભારતીય તથા વિદેશી મુદ્રાની ચોરી કરીને ફરાર થઇ ગયાં હતાં. ચોરીની આખી ઘટના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઇ છે. ઘર માલિકે કરી કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.