છેવાડાના વિસ્તારમાં ગેરકાયદે થતું ગાંજાનું વાવેતર
SOG અને ધજાળા સ્થાનિક પોલીસને મળી સફળતા
કસવાડી ગામે 2 ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર
અંદાજે 3500 કિલો લીલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો
18 કરોડના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરાય
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના કસવાડી ગામે સ્થાનિક પોલીસ અને SOG પોલીસે 2 અલગ અલગ ખેતરમાંથી અંદાજે 3500 કિલો લીલા ગાંજાનું ખેતર ઝડપી પાડી રૂ. 18 કરોડના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને સાયલા તાલુકાના છેવાડાના ડુગરાળ વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર અવારનવાર ઝડપાયું છે, ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર SOG પોલીસ અને ધજાળા સ્થાનિક પોલીસને બાતમી મળતા કસવાડી ગામે 2 અલગ અલગ ખેતરમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપી લેવામાં આવ્યું હતું. આરોપી ભાવુ મીઠાપરાએ તેના માલીકીના ખેતરમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હતું.
પોલીસે ખેતરમાંથી 471 કિલો લીલો ગાંજો જેની કિંમત રૂ. 2.35 કરોડ સાથે આરોપીની ધરપકડ કરી હતી. તો નજીકમાં જ અન્ય આરોપી સંજય તાવીયાએ પણ તેના માલીકીના ખેતરમાં એરંડા અને કપાસની ખેતી વચ્ચે 550 લીલા ગાંજાના છોડ વાવેતર કર્યા હતા, જ્યાં પોલીસે 3036 કિલો ગાંજો જેની કિંમત રૂ. 15.18 કરોડ સહિતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. આમ એક જ દિવસમાં પોલીસે 2 અલગ અલગ ખેતરમાંથી રૂ. 18 કરોડનો લીલો ગાંજો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.