સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજારUK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજારUK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચનાPSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.