ઉનામાં પોલીસકર્મીને મોંઘો પડ્યો દારૂ પ્રેમ,દારૂના નાશ સમયે દારૂની કરી ચોરી,PIએ ઉધડો લીધો

PI એ ASI મનુ વાજાનો ઉધડો લેતા કહ્યું કે, વધારે જીભાઝોળી ન કર નહીંતર ધોકો લઈશ. તમારા લીધે અમારી ઇમેજ ડાઉન કરવાની? સાહેબે કીધું છે કે પૂરી જ દેજો. 

New Update
  • ઉનામાં પોલીસકર્મીનો દારૂ પ્રેમ છલકાયો 

  • દારૂના નાશ સમયે ASI ચોરી કર્યો દારૂ 

  • કારમાં દારૂ છુપાવી ભાગવાનો કર્યો પ્રયાસ 

  • PIએ ASIનો જાહેરમાં ઉધડો લઈ નાખ્યો 

  • ASIની બદલી સાથે જાણવાજોગ કરાઈ ફરિયાદ  

ગીર-સોમનાથ જિલ્લાના ગઢડા પોલીસ મથક વિસ્તારમાંવિદેશીદારૂના નાશ સમયે ખુદ પોલીસકર્મી જ દારૂ ચોરીને કારમાં મુક્ત આબાદ ઝડપાઈ ગયો હતો.જેનો પીઆઈએ ઉધડો લઈ નાખ્યો હતો.

ગીર-સોમનાથ જિલ્લાના ગઢડા પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો ઉના ખાતે નાશ કરવા લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મનુ વાજાએ આ દારૂના જથ્થામાંથી બે કોથળા અને બે બેગ ભરી દારૂ ચોરીને પોતાની ખાનગી કારમાં છુપાવી દીધો હતો.

જોકેઆ દારૂ ચોરી કરતી વખતે જ પોલીસકર્મી પકડાઈ ગયો હતો. સમગ્ર ચોરીની બાબતની ઉના DYSPને જાણ થતાં ઉના પોલીસકર્મીએ ત્યાંથી દારૂ લઈ ભાગી જવાનો પ્રયાસ કર્યો અને બીજો જથ્થો આજુબાજુના ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધો હતો. જોકે ASI ફરાર થાય તે પહેલા જ કાર સહિત તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના ઉના પોલીસ મથક વિસ્તારની હોવાથી ઉના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઉધડો લીધો હતો. PI એ મનુ વાજાનો ઉધડો લેતા કહ્યું કેવધારે જીભાઝોળી ન કર નહીંતર ધોકો લઈશ. તમારા લીધે અમારી ઇમેજ ડાઉન કરવાનીસાહેબે કીધું છે કે પૂરી જ દેજો. 

દારૂના જથ્થાની ચોરી વિસશે ASI મનુ વાજાએ સેમ્પલ હોવાનું કહી પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકેસમગ્ર બાબતે જિલ્લા પોલીસવડાએ ગીર ગઢડાના પોલીસ મથકના ASI મનુ વાજા વિરૂદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. 

Read the Next Article

સુરત : નકલી વકીલ અને જેલરના નામે આરોપીના સગા પાસેથી રૂપિયા ઉલેચતો ભેજાબાજ ઝડપાયો...

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જેલના જેલર તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા ઉલેચનાર આરોપીની અમદાવાદ LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • નકલી પોલીસ બાદ હવે નકલી જેલર ઝડપાયો

  • જેલરની ઓળખ આપી બ્લેકમેઈલીંગનો મામલો

  • કેસમાં ફસાયેલ આરોપીની પત્નીને કર્યો હતો ફોન

  • જેલમાં સુવિધા આપવાનું કહી પડાવ્યા હતા પૈસા

  • અમદાવાદ LCB પોલીસે ભેજાબાજની ધરપકડ કરી

અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતો ભેજાબાજ રાજેશ ત્રિવેદી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે TVમાં પ્રસારિત થયેલા ક્રાઈમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાંથી પોતાની વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા-સંબંધીને ફોન કરીને જેલર તરીકે ઓળખ આપતો હતો. જેમાં આરોપીની પત્નીને ફોન કરી તેના પાસેથી જેલમાં સુવિધાના નામે 15 હજાર રૂપિયા ઉલેચવામાં આવ્યા હતા.

અલગ અલગ સુવિધાઓ આપવાના બહાને આરોપી ઓનલાઇન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. એટલું જ નહીંસુરત લાજપોર જેલના જેલરના નામે રૂપિયા માંગતો ઓડિયો વાયરલ થતાં સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતોત્યારે અમદાવાદ LCB પોલીસે બાતમીના આધારે રાજેશ ત્રિવેદીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી અલગ અલગ 6 જેટલા મોબાઈલ ફોન તેમજ બેંકના ATM સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ અમદાવાદ LCB પોલીસે આરોપીને સુરત પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

Latest Stories