Connect Gujarat
ગુજરાત

પોરબંદર: વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર, 9 kmphની ઝડપે વધી રહ્યું છે આગળ

વાવાઝોડા બિપરજોય અંગે અત્યારનું મોટું અપડેટ. વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર. 3 જિલ્લામાં NDRFની 3 ટીમ તહેનાત.

પોરબંદર: વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર, 9 kmphની ઝડપે વધી રહ્યું છે આગળ
X

વાવાઝોડા બિપરજોય અંગે અત્યારનું મોટું અપડેટ. વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર. 3 જિલ્લામાં NDRFની 3 ટીમ તહેનાત.

વાવાઝોડા બિપોરજોય (Biporjoy Cyclone) અંગે અત્યારનું મોટું અપડેટ સામે આવી રહ્યું છે. વાવાઝોડું પોરબંદરથી 620 કિલોમીટર દૂર છે. સાથે જ વાવાઝોડું ઉત્તર, ઉત્તર પૂર્વ તરફ સક્રિય છે. 24 કલાકમાં વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધશે. 3 દિવસ બાદ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. 3 દિવસ બાદ વાવાઝોડાની દિશા બદલાઈ શકે છે. વાવાઝોડું 6 કલાકમાં પ્રતિ કલાક 9 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને લઇને વહીવટી તંત્ર સજ્જ છે. 3 જિલ્લામાં NDRFની 3 ટીમ તહેનાત છે. પોરબંદર, ગીરસોમનાથ, વલસાડમાં ટીમ તહેનાત છે. ગુજરાતમાં આજથી વાવાઝોડાની અસર થશે. પોરબંદરના દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ અપાયું છે. સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે.

Next Story