પોરબંદર :  ગાંધીજીની વિરાસત અને આધુનિક સમુદ્રી પ્રવાસનનો સંગમ દરેક ગુજરાતી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

જે ધરતીએ વિશ્વને અહિંસાનો માર્ગ ચીંધ્યો,તે પોરબંદર આજે નવા અવતારમાં સજ્જ થઈ રહ્યું છે. ગાંધીજીની વિરાસત અને આધુનિક સમુદ્રી પ્રવાસનનો આ સંગમ દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે.

New Update
  • પોરબંદર નવા અવતારમાં સજ્જ થઈ રહ્યું છે

  • ગાંધીજીની વિરાસત બની પ્રવાસનનો સંગમ

  • દરિયાકિનારો પ્રવસીઓમાં મુખ્ય આકર્ષણ બન્યો

  • સી-ફ્રન્ટ’ ગુજરાતના તટીય વિકાસનું જીવંત ઉદાહરણ

  • ગાંધી સર્કિટ’ અને કોરિડોર’ શહેરના ઐતિહાસિક વારસો

માધવપુર બીચ પર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર થયેલો સી-ફ્રન્ટ’ ગુજરાતના તટીય વિકાસનું જીવંત ઉદાહરણ છે. અહીંની સ્વચ્છતાએટીવી રાઈડ અને કેમલ રાઈડ જેવી સુવિધાઓ પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાનો અનુભવ કરાવી રહી છે. દ્વારકા અને સોમનાથ આવતા શ્રદ્ધાળુઓ માટે પણ હવે આ દરિયાકિનારો મુખ્ય આકર્ષણ બન્યો છે.

વોકિંગ પાથવે અને મનમોહક રોશનીએ ચોપાટીનો નજારો બદલી નાખ્યો છે. આ વિકાસ માત્ર સમુદ્ર પૂરતો મર્યાદિત નથી,‘ગાંધી સર્કિટ’ અને ગાંધી કોરિડોર’ દ્વારા શહેરના ઐતિહાસિક વારસાને પણ વૈશ્વિક સ્તરે ચમકાવવાનું આયોજન છે. આ સાથે જવિસાવડાથી હર્ષદ માતા સુધીના 9 કિલોમીટરના કિનારાને વિકસાવવાની યોજના હવે અંતિમ તબક્કામાં છે.આધુનિક સુવિધાઓ અને ગાંધી વિરાસતનો આ ત્રિવેણી સંગમ પોરબંદરના આંગણે પ્રગતિની નવી લહેર લઈને આવ્યો છે.

Latest Stories