Connect Gujarat
ગુજરાત

પ્રાંતિજ : પેપર લીક કાંડના 8 આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા, 10દિવસના રિમાન્ડ મંજૂર...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળની લેવાયેલી પરીક્ષાના પેપર લીક મામલે પકડાયેલ 8 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં હાજર કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળની લેવાયેલી પરીક્ષાના પેપર લીક મામલે પકડાયેલ 8 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં હાજર કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગૌણ સેવા પસંદગી મંડળની ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે સાબરકાંઠા જિલ્લા LCB પોલીસ અને પ્રાંતિજ પોલીસે તપાસ બાદ 11 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં 11 આરોપીઓ પૈકી 8 આરોપીઓને જુદી જુદી જગ્યાથી ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ સહિત 23 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસે આઠેય આરોપીઓને પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે, પોલીસ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, ત્યારે કોર્ટમાં 4 કલાક સુધી ચાલેલી બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Next Story