/connect-gujarat/media/media_files/2025/08/05/ucc-2025-08-05-16-53-21.jpg)
દેશમાં ઉતરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારો પ્રથમ રાજ્ય બન્યું છે. હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી.
UCC અંગેની જાહેરાત બાદ રાજ્ય સરકારે પાંચ લોકોની એક કમિટીનું ગઠન પણ કર્યું હતું. આ પાંચ લોકોની કમિટીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ, પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, સામાજિક કાર્યકર ગીતાબેન, એડવોકેટ આરસી કોડેકર અને નિવૃત્ત IAS સી એલ મિણા એમ પાંચ લોકોની કમિટી સમાવેશ કર્યો હતો. આ પાંચ લોકોની કમિટીના ગઠન બાદ UCC કાયદા અન્વયે વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા.
જે અંતર્ગત 45 દિવસની કરેલી કામગીરીના લેખાજોખા અંગે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુસીસી કમિટીના સદસ્યો તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ એકમાં બેઠક યોજાઇ હતી. આજે યોજાયેલી બેઠક અંગે વાત કરતા યુસીસી કમિટીના અધ્યક્ષ રચના દેસાઈએ જણાવ્યું હતું કે, આ કાયદો લાગુ કરવામાં વધુ સમયની જરૂર પડે તેમ લાગતું નથી. દરેક બેઠકનો અમે એક રેકોર્ડ રાખ્યો છે. દરેક જિલ્લામાં જઈ અમે બેઠકો કરી રહ્યા છીએ. જે મુજબ 1,15,000 જેટલી રજૂઆતો યુસીસી કમિટીને અત્યાર સુધીમાં મળી અને તેને સાંભળવામાં આવી છે.
કમિટી દ્વારા એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે એક મહિનામાં સુપ્રત પણ કરવામાં આવશે. જો કે બેઠક અંગે વધુમાં વાત કરતા રાજ્ય સરકારના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે આજે UCC ની બેઠક યોજાઇ હતી. ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર બિલ લાવી શકે છે. એક મહિનામાં યુસીસી રિપોર્ટ સોંપશે ત્યારબાદ રાજ્ય સરકાર યુસીસી લાગુ કરવા અંગે નિર્ણય લેશે. મહત્વનું છે કે યુસીસી ભારતના બંધારણના અનુચ્છેદ 44નો ભાગ છે.