-
રિલાયન્સમાં વનતારાનું કરાયું છે નિર્માણ
-
પીએમ મોદીએ વનતારાનું કર્યું ઉદ્ઘાટન
-
2000 થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું છે ઘર
-
પીએમ મોદીએ બાળ પ્રાણીઓને આપ્યો ખોરાક
-
વિશ્વની શ્રેષ્ઠ પ્રાણીઓની હોસ્પિટલની પણ લીધી મુલાકાત
જામનગર નજીક આવેલા રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે.
જામનગર નજીક આવેલા રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત રીતે ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે રિલાયન્સના મુકેશ અંબાણી, નીતા અંબાણી તેમજ વનતારાના સ્વપ્ન દ્રષ્ટા અનંત અંબાણી અને તેમના ધર્મપત્ની રાધિકા અંબાણી તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.વનતારાની સમગ્ર મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અનેક વન્ય પ્રાણીઓ સાથે તેઓનો સમય વિતાવ્યો હતો.
જેમાં તેઓએ હાથી, સિંહ, વાઘ, ચિત્તા, ફ્લેમિંગો સહિત અનેક પશુ પક્ષીઓ સાથે સમય વિતાવ્યો હતો અને બાળ પ્રાણીઓને તેમને ખોરાક પણ તેમના હાથે આપ્યો હતો, સમગ્ર મુલાકાત દરમિયાન અનંત અંબાણી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલભ્ય પ્રાણી પક્ષીઓ અંગે સવિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત દરમિયાન વિશ્વની શ્રેષ્ઠ પ્રાણીઓની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી,અને ત્યાં તેઓએ પ્રાણીઓની કરવામાં આવતી વિશિષ્ટ સારવારની પણ જાત માહિતી મેળવી હતી, સમગ્ર વનતારાની મુલાકાત બાદ વડાપ્રધાન વનતારામાં થતી પ્રાણીઓ અને પક્ષીઓની સારવાર અને તેમની દેખરેખ થી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.