દેશના 508 રેલ્વે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટ માટે PM મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ, ભરૂચ-સુરેન્દ્રનગર-અમરેલીમાં યોજાયા કાર્યક્રમ

આજરોજ ભારત દેશના 508 રેલ્વે સ્ટેશનોના રી-ડેવલોપમેન્ટ માટે PM નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.

New Update
દેશના 508 રેલ્વે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટ માટે PM મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ, ભરૂચ-સુરેન્દ્રનગર-અમરેલીમાં યોજાયા કાર્યક્રમ

આજરોજ ભારત દેશના 508 રેલ્વે સ્ટેશનોના રી-ડેવલોપમેન્ટ માટે PM નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના વિવિધ રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવનાર છે, ત્યારે રેલ્વે સ્ટેશનોએ વિશેષ સુવિધાઓ સહિત લોકોને સ્થાનિક સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે.

અમૃત ભારત સ્ટેશન યોજના હેળ દેશભરમાં કુલ 1,309 રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ થવાનો છે. જેમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના મધ્યમથી ઇ-શિલાન્યાસ કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 2900 રેલ્વે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ રેલ્વેના 45 રેલ્વે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચના ઐતિહાસિક રેલ્વે સ્ટેશનના નવીનીકરણનું PM મોદીએ ઇ-શિલાન્યાસ કર્યું હતું. જેમાં ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો માટે અદ્યતન સગવડો સાથે રૂ. 34 કરોડના ખર્ચે આધુનીકરણ કરાશે. આ સાથે જ ભવ્ય થીમ સાથે ઈસ્ટ અને વેસ્ટ બન્ને એન્ટ્રી, એલિવેટર, એસ્કેલેટર, એસી વેઈટીંગ રૂમ, દરેક પ્લેટફોર્મ પર એક છેડેથી બીજા છેડે જવા આકર્ષણો જોવા મળશે, ત્યારે આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ ટોદરિયા, ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, રેલવે ડિવિઝનના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સુરેન્દ્રનગરનું મુખ્ય રેલ્વે મથકનો રૂ. 35.13 કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવનાર છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરેન્દ્રનગર રેલ્વે મથકનું પણ ઇ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મુખ્ય રેલ્વે મથકમાં એન્ટ્રી ગેટ, વેઇટિંગ રૂમ તેમજ દિવ્યાંગો અને ગર્ભવતી મહિલાઓ માટે રેલ્વે પ્લેટફોર્મ પર વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત નવું પાર્કિંગ અને પ્લેટફોર્મ પર ઓવરબ્રિજના કામો પણ રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવશે, ત્યારે ઇ-શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી.સંપત સહિતના અધિકારીઓ, નેતાઓ રેલ્વે મથક ખાતે ઇ-શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ, અમરેલી જિલ્લાના 3 રેલવે સ્ટેશનને સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજનામા સમાવવામા આવ્યા છે. જેના પગલે દામનગર, રાજુલા અને સાવરકુંડલા રેલવે સ્ટેશનનુ રૂપિયા 36.29 કરોડના ખર્ચે આધુનિકિકરણ કરવામા આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 508 રેલ્વે સ્ટેશનો પૈકી આ ત્રણેય સ્ટેશનનું પણ વર્ચ્યુઅલ ભુમિપુજન કર્યું હતું. અમરેલી જિલ્લાના 3 રેલ્વે સ્ટેશનોને વિશ્વ સ્તરીય અતિ આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. ભાવનગર ડિવીઝન હેઠળ આવા કુલ 17 સ્ટેશન વિકસાવવામાં આવશે. જેમાં અમરેલી જિલ્લામાથી દામનગર, રાજુલા અને સાવરકુંડલા સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ પ્રસંગે સાંસદ નારણ કાછડીયા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, મહેશ કસવાળા, હીરા સોલંકી, જે.વી.કાકડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.