અમરેલી: પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીનો મબલખ પાક ઉતારતા પ્રગતિશીલ ખેડૂત

આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત ગાય આધારિત ખેતી કરે છે.તેથી તેઓને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે.તેઓ 3 ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે.

New Update
amba village farmer Natural Farming
  • આંબા ગામના ખેડૂતની પ્રાકૃતિક ખેતી

  • ગાય આધારિત ખેતી કરીને મેળવે છે મબલખ પાક

  • દૂધ,છાણ,ગૌમુત્ર અને છાશનો ઉપયોગ કરે છે ખેતીમાં  

  • શાકભાજીના પાકમાં મેળવી સફળતા

  • પાકના મળી રહ્યા છે ઉંચા ભાવ

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામના ખેડૂત જયસુખ 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે,અને હાલ રીંગણભીંડાગુવારટામેટાનો જાહેર માર્કેટ કરતાં 8 ગણો વધુ ભાવ મેળવી રહ્યા છે.આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

અમરેલી જિલ્લાનું લીલીયા પંથકના આંબા ગામના પ્રગતિશીલ ખેડૂત જયસુખ માંડણી પોતે ગાયના ગૌમૂત્રમાંથી જીવામૃતબીજામૃતઘનજીવામૃત 10 પરણીઅર્ક બ્રહ્માસ્ત્રનિમાસ્ત્ર અને અગ્નિહોસ્ત્ર દ્વારા ગાય આધારિત ખેતી કરે છે.તેથી તેઓને આ ખેતીમાં ખૂબ જ સફળતા મળી રહી છે.તેઓ 3 ગીર ગાય રાખે છે અને ગાયનું દૂધ છાણ ગૌમુત્ર અને છાશનો ઉપયોગ ખેતીમાં કરે છે.

શરૂઆતના સમય દરમિયાન પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી,પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખૂબ જ સરળ ખેતી છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે.હાલમાં તેઓએ શાકભાજીનું વાવેતર કર્યું છે.શાકભાજીમાં ભીંડામરચાટામેટાકોબીજ અને રીંગણાનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ ઉત્પાદન ચાલુ છે.

તમામ શાકભાજી અમરેલીલીલીયામાં મોકલવામાં આવે છે અને સારા ભાવ મળી રહે છે.80 રૂપિયા રીંગણાભીંડાનો ભાવ મળી રહે છે અને ચાલુ વર્ષે અંદાજિત 5 થી 6 લાખ રૂપિયાનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતી માંથી મળ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતીના શાકભાજી લેવા માટે લોકો અમરેલીથી આંબા સુધી આવે છે.

અમરેલીના આંબા ગામમાં  જયસુખ માંડણીના ખેતરમાં ઉત્પાદન થતા શાકભાજીની ખરીદી કરવા અમરેલીથી લોકો આવે છે.અંદાજિત અમરેલી અને આંબા વચ્ચે 12 કિલોમીટરનું અંતર છે પરંતુ સજીવ ખેતી હોવાથી ખરીદી કરવા લોકો આવે છે.અને 8 ગણો ભાવ આપીને પણ ખરીદી કરે છે. આરોગ્યની દ્રષ્ટિએ શાકભાજી વધુ ગુણકારી અને ફાયદાકારક હોવાનું અમરેલીના શિક્ષક યોગેશ પરમારે જણાવ્યું હતું.

Latest Stories