તાપી : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં વ્યારા ખાતે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું...

તાપી જિલ્લામાં 369 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને 76 જેટલા ગામના 1816 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા...

New Update
  • તાપી જિલ્લામાં 369 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ

  • વ્યારા ખાતે પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

  • 1816 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા

  • રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • મોટી સંખ્યામાં લાભાર્થી નગરજનો પણ ઉપસ્થિત રહ્યા

 તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા સેવાસદનના હોલમાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.

 જેમાં તાપી જિલ્લામાં 369 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છેઅને 76 જેટલા ગામના 1816 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય મંત્રી મુકેશ પટેલધારાસભ્ય સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories