ગુજરાત બજેટમાં સુજલામ સુફલામ સહિત 3 યોજના માટે મોટી ફાળવણી,કુલ 25960 કરોડની જોગવાઇ

ગુજરાતના નાણામંત્રીએ સતત પાંચમીવાર આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ વખતનું બજેટ 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજુ થયું છે....

New Update
Gujarat Budget 2026

નાણામંત્રી કનુ દેસાઈએ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ 25 હજાર કરોડથી વધુની ફાળવણી કરી છે. સૂકા પ્રદેશોમાં નર્મદાના પાણીને વાળવા માટેની યોજનાઓ માટે 3000 કરોડથી વધુની ફાળવણી કરાઈ છે.

ગુજરાતના નાણામંત્રીએ સતત પાંચમીવાર આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ વખતનું બજેટ 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજુ થયું છે. જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત કરવા પર ભાર મૂકાયો છે. બજેટમાં વિવિધ ક્ષેત્રના વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નાણામંત્રીએ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ 25960 કરોડની જોગવાઇની જાહેરાત કરી છે.જેમાં દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ, સૌની યોજના માટે 473 કરોડ તથા કચ્છની યોજના માટે 1333 કરોડ એમ કુલ 3043 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Latest Stories