રાજ્યમાં હાલ PSI અને LRDની ભરતી ચાલી રહી છે. જેની શારીરિક કસોટી હાલ 29મી જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ. જ્યારે હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ માટેની તારીખની જાહેરાત થઈ ગઈ છે.PSIની લેખિત પરીક્ષા 6 માર્ચ 2022ના રોજ યોજાશે.PSI ભરતી બોર્ડના ચેરમેન દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત PSIની ભરતી માટેની વેબસાઈટ https://psirbgujarat2021.in/ પર પણ આ માહિતી આપવામાં આવી છે.
PSIની પ્રીલિમીનરી પરીક્ષા તા.6 માર્ચના રોજ યોજાશે,2.50 લાખ ઉમેદવારોનું ભાવિ થશે નક્કીજે મુજબ, પો.સ.ઇ. કેડરની શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયેલ તમામ ઉમેદવારોની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન તા.6/3/2022 (રવિવાર) ના રોજ કરવામાં આવેલું છે. પ્રીલીમીનરી પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.