/connect-gujarat/media/media_files/2026/02/19/police-bharti-2026-02-19-21-09-43.jpg)
PSI ભરતીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડરના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. બોર્ડના સત્તાવાર માધ્યમ દ્વારા જાણ કરવામાં આવ્યું છે કે, PSI શારીરિક કસોટીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે.
ઉમેદવારોએ શારીરિક કસોટી આપી છે, તેઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર થવાની સંભાવના છે. પરિણામ જાહેર થતાં જ સફળ ઉમેદવારોને આગળની લેખિત પરીક્ષા માટે તૈયારી શરૂ કરવાની રહેશે.
બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, શારીરિક કસોટીમાં પાસ થનારા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા એપ્રિલ 2026ના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. હાલ આ તારીખ સંભવિત છે. તેમ છતાં ઉમેદવારોએ આ સમયગાળાને ધ્યાનમાં રાખીને તૈયારી ચાલુ રાખવી જોઈએ.