Connect Gujarat
ગુજરાત

નર્મદા : મંત્રી પૂર્ણેશ મોદીએ જાતે ઉભા રહી માર્ગના કામની ગુણવત્તા ચકાસી, સેમ્પલ લેબમાં મોકલાયા

નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીએ કનબુડીથી મોરજોડીને જોડતા મુખ્ય માર્ગની જાત મુલાકાત કરી હતી

X

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીએ કનબુડીથી મોરજોડીને જોડતા મુખ્ય માર્ગની જાત મુલાકાત કરી હતી. ડેડીયાપાડા તાલુકાના રોડ-રસ્તા તથા નદી પરના બ્રિજના કામમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળતા સેમ્પલને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીની અધ્યક્ષતામાં ગતરોજ યોજાયેલ જિલ્લા સંકલન મિટિંગમાં ડેડીયાપાડા તાલુકાના રોડ-રસ્તા તથા નદી પરના બ્રિજના કામમાં ભારે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી હતી. જે મામલે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીએ તાત્કાલિક ધોરણે વિભાગના અધિકારીઓ સાથે કનબુડીથી મોરજોડી જતા રસ્તાની જાત મુલાકાત કરી હતી, ત્યારે આ માર્ગના કામમાં વપરાયેલ મટીરીયલના સેમ્પલ લઈ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, આ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવશે તો એજન્સી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માત્ર નર્મદા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આવી કોઈ પણ એજન્સી હશે, અને રોડ-રસ્તાના કામોમાં ગડબડ કરી હશે તો કાર્યવાહી કરવા અંગે માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીએ જણાવ્યુ હતું.

Next Story