રાજયમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકામાં વરસાદ, વલસાડના ધરમપુર માં 9.5 ઇંચ વરસાદ નોંધાયો

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ વલસાડના ધરમપુરમાં નોંધાયો છે.

New Update
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકામાં વરસાદ, વલસાડના ધરમપુર માં 9.5 ઇંચ વરસાદ નોંધાયો

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ વલસાડના ધરમપુરમાં નોંધાયો છે

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ વલસાડના ધરમપુરમાં નોંધાયો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. નવસારીના ખેરગામમાં સવા આઠ ઈંચ, વલસાડના કપરાડામાં આઠ ઈંચ, વલસાડના પારડીમાં સાડા સાત ઈંચ, વાપીમાં સાત ઈંચ, જૂનાગઢના વિસાવદર અને ભેંસાણમાં છ ઈંચ, જ્યારે વલસાડમાં છ ઈંચ નોંધાયો છે. જ્યારે અમરેલીના ધારી, છોટાઉદેપુર, ભરૂચ, ભરૂચના અંકલેશ્વર, નવસારીના ચીખલીમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદના ધંધૂકા, નવસારીના વાંસદા, સુરેન્દ્રનગરના ચુડા અને અમદાવાદમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભાવનગરના વલભીપુર, સાબરકાંઠાના પોશીના, નવસારીના જલાલપોર, મહીસાગરના લુણાવાડા, ડાંગના વધઈ અને સુરેન્દ્રનગરના લીંબડીમાં ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

Latest Stories