Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રમાં મગફળીના પાક પર વરસાદે ફેરવ્યું પાણી, કપાસને પણ નુકશાન

તૌકતે વાવાઝોડાથી માંડ બેઠા થયેલા ખેડુતો હવે ગુલાબ અને શાહીન નામના વાવાઝોડા સામે લાચાર બની ગયાં છે.

X

રાજયમાં એક બાદ એક વાવાઝોડા આવી રહયાં છે ત્યારે ખેડુતોની હાલત કફોડી બની છે. તૌકતે વાવાઝોડાથી માંડ બેઠા થયેલા ખેડુતો હવે ગુલાબ અને શાહીન નામના વાવાઝોડા સામે લાચાર બની ગયાં છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી કપાસ અને મગફળીના પાકને નુકશાન થયું છે.

ગુજરાતમાં ગુલાબ' ચક્રવાતની અસરના કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવે 'શાહીન' નામના વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. આવનારા ત્રણ દિવસ હજુ ગુજરાત ઉપર ભારે છે ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે અનેક જિલ્લામાં મગફળી પાકનો સફાયો થઇ ગયો છે. સૌરાષ્ટ્રમાં વાવેતરની બે પેટર્ન છે. એક મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં આગોતરું વાવેતર કરવામાં આવે છે. આ વાવેતર 30 થી 35 ટકા જેટલું હોય છે. બીજું સીઝનમાં વાવેતર થાય છે. એટલે ચોમાસાની શરૂઆતમાં એક સારો વરસાદ વરસી જાય પછી વાવણી કરવામાં આવે છે

હાલમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આગોતરા વાવેતરને ખરાબ અસર થઇ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કપાસ અને મગફળીના નુકસાનીનું ચિત્ર જોઈએ તો અતિભારે વરસાદના કારણે મગફળીમાં 20 ટકા અને કપાસમાં 30 ટકા નુકસાનીનો અંદાજ છે અમરેલી જૂનાગઢ સહિતના જિલ્લામાં ખેતરો બેટમાં ફેરવાતા સંપૂર્ણ ધોવાણ થયું છે.ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વાવેતર 19 લાખ હેક્ટરમાં થયું છે જયારે કપાસનું વાવેતર 23 લાખ હેક્ટરમાં થયું છે પણ વાવાઝોડાની અસરને કારણે ખેડુતોને ભારેનુકસાન વેઠવાનો સમય આવ્યો છે.

Next Story