નવરાત્રિના પહેલા દિવસે જ વરસાદ વિઘ્ન બનશે.! રાજ્યના આ જિલ્લાઓમા ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

New Update
rainfall alert

હવામાન વિભાગે 22મી સપ્ટેમ્બરે પહેલા નોરતાના દિવસે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, વરસાદ નોંધાયો છે, જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. 

22 સપ્ટેમ્બરના રોજ આ જિલ્લામાં વરસાદનું એલર્ટ:- 

Rain Alert

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન થન્ડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં આજે સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ઉધના વિસ્તારમાં સતત પાંચમા દિવસે પણ ઉધના-નવસારી રોડ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 28 સપ્ટેમ્બરથી લગભગ 2-3 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે.

Latest Stories