ગુજરાતમાં મેઘમલ્હાર: અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાયા

શ્રાવણ માસમાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન જોવા મળી રહયા છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા

New Update
ગુજરાતમાં મેઘમલ્હાર: અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાયા

શ્રાવણ માસમાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન જોવા મળી રહયા છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા

સમગ્ર રાજ્યમાં મેઘરાજાની જાણે બીજી ઇનિંગ શરૂ થઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આજે સવારે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી જ પાણી જોવા મળ્યું હતું

આ તરફ સુરતના બારડોલીની વાત કરીએ તો મીંઢોળા નદી ઓવરફ્લો થતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. લોકોના ઘરમાં પાણી ભરાય જતાં હાલાકીનો સામનો કરવાનોવારો આવ્યો હતો. બારડોલી સહિતના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદના પગલે મીંઢોળા નદી ઓવરફ્લો થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે

સુરેન્દ્રનગરના ચોટીલાનો ઢાંગા ડેમ ઓવરફ્લો થતાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ડેમનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે

ગીર સોમનાથ જીલ્લામાં પણ ભારે વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોના ઊભાપાકને નુકશાન પહોંચ્યું છે

નવસારી જિલ્લાની વાત કરવામાં આવેટો કાવેરી અને પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીનું જળસ્તર વધતાં તડકેશ્વર મહાદેવ મંદિરે જાણે જળ સમાધિ લીધી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ તરફ સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે વિવિધ માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી

જુનાગઢની વાત કરવામાં આવે તો જુનાગઢ પંથકમાં પણ મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા ઠેર ઠેર ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે નદીનાળા છલકાયા હતા

Latest Stories