Connect Gujarat
ગુજરાત

રાજકોટ:- 60 કરોડના ખર્ચે બનેલ માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી ખુલ્લો મૂક્યો

X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટવાસીઓને આપી વધુ એક ભેટ

60 કરોડના ખર્ચે બનેલ સિક્સ લેન ઓવરબ્રિજનું કરવામાં આવ્યું ઇ-લોકાર્પણ

રાજકોટ,જામનગર, મોરબીના મુસાફરોના સમય અને ઈંધણના ખર્ચમાં થશે બચાવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટવાસીઓને આજે વધુ એક ભેટ આપી 60 કરોડના ખર્ચે બનેલ માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ થકી બ્રિજને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહયા હતા. મુખ્યમંત્રીએ પ્રાસંગીક સંબોધનમાં જણાવ્યું કે, માળખાકીય વિકાસ થકી નવા સીમાચિહ્નો સ્થાપવામાં ગુજરાત સદા અગ્રેસર રહ્યું છે.

મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ બ્રીજની વાત કરીએ તો... રુપિયા 60 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આ બ્રિજની લંબાઇ 1125 મીટર છે, તથા ઓવરબ્રિજની બંને તરફ 8.8 મીટર પહોળાઈના સર્વિસ રોડ તૈયાર કરવામાં આવ્યા છે. આ બ્રીજ સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધાથી સજ્જ છે. આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ અવરજવરમાં વધુ સગવડ મળશે અને ઈંધણમાં બચાવ થશે. સાથેજ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવતાં રાજકોટ શહેરના અને જામનગર તેમજ અમદાવાદ તરફ જતા લોકોને ખૂબ મોટો ફાયદો થશે અને આ બ્રિજના કારણે લોકોની ટ્રાફિક સમસ્યા હલ થશે

Next Story