Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ભર ઉનાળે સર્જાતી પાણીની વિકટ સમસ્યા સામે જેતપુર ભાદર-1 ડેમમાં પાણીનો જથ્થો અનામત રખાયો...

જેતપુર નજીક આવેલ ભાદર-1 ડેમમાં વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા પીવા અને પિયત માટેના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે

X

રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલ ભાદર-1 ડેમમાં વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા પીવા અને પિયત માટેના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે, ત્યારે ભર ઉનાળે સર્જાતી પાણીની વિકટ સમસ્યા સામે લોકોને પીવા માટેનું પાણી અને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી હવે સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લાની જીવાદોરી સમાન જેતપુર નજીક આવેલ ભાદર-1 ડેમમાં વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા પીવાના અને સિંચાઇ માટેના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. જેતપુર ભાદર-1 ડેમમાંથી 4500 ખેડૂતોએ પિયત માટે પાણીની માંગણી કરી હતી. ભાદર-1 ડેમની કુલ સપાટી 34 ફૂટ, જ્યારે 6648 MCFT પાણીની ક્ષમતા ધરાવે છે. આ સાથે જ ભાદર-1 ડેમ 195 કિમી સિંચાઈની સૌથી મોટી કેનાલ ધરાવે છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકાની 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધુ લોકોને પીવાનું પાણી મળે છે, ત્યારે હાલ તો ભાદર-1 ડેમમાં 1670 MCFT જથ્થો એટલે કે, 18.90 ફૂટ પાણી હોય, જેથી ઉનાળામાં પીવાના પાણીનો પ્રશ્ન રહેશે નહીં. જોકે, ઓગષ્ટ માસ બાદ વરસાદ ખેંચાય તો સૌની યોજના હેઠળ નર્મદાના નીરનો આધાર રાખવો પડશે. ખેડૂતોને ખરીફ વાવેતર માટે કેનાલ મારફતે 2 ટાઈમ 1000 MCFT પાણી આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ જેતપુર, ધોરાજી, જુનાગઢ સહિત 45 ગામના ખેડૂતોને પિયત માટે પાણી મળશે, ત્યારે હાલ તો ભર ઉનાળે સર્જાતી પાણીની વિકટ સમસ્યા સામે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Next Story