Connect Gujarat
ગુજરાત

રાજુલા : હાઇવેની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરી, વાહનચાલકો પરેશાન

રાજુલા નજીક નેશનલ હાઇવેની ગોકળગાય ગતિએ ચાલી રહેલી કામગીરીથી વાહનચાલકો તોબા પોકારી ઉઠયાં છે.

X

અમરેલીના રાજુલા નજીક નેશનલ હાઇવેની ગોકળગાય ગતિએ ચાલી રહેલી કામગીરીથી વાહનચાલકો તોબા પોકારી ઉઠયાં છે. અમરેલીના રાજુલાથી ચારનાળા ચોકડી સુધી પહોંચવા માટે વાહનચાલકોના સમય અને ઇંધણનો વ્યય થઇ રહયો છે. રાજુલામાંથી પસાર થતાં ભાવનગર- સોમનાથ હાઇવેની કામગીરી ચાલી રહી છે જેના કારણે રસ્તો બિસ્માર છે અને સતત ઉડતી ધુળથી લોકો પરેશાન થઇ રહયાં છે. છેલ્લા ઘણા સમયથી રાજુલાવાસીઓ આ સમસ્યાનો સામનો કરી રહયાં છે.

ભાવનગર અને સોમનાથને જોડતા હાઇવેની કામગીરી આવકારદાયક છે પણ ગોકળગાય ગતિએ ચાલતા કામ સામે લોકો વિરોધ કરી રહયાં છે. ખાસ કરીને સતત ઉડતી ધુળથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે જયારે અકસ્માતની સંભાવના પણ વધી છે. 2016થી આ હાઇવેની કામગીરી ચાલતી હોવાનું રાજુલાવાસીઓ જણાવી રહયાં છે.

આ નેશનલ હાઇવેનું કામ શરૂ થયું ત્યારથી વિવાદોમાં રહ્યું છે. અને નેશનલ એજન્સીઓને આપેલા સમય મર્યાદા પહેલા જ કામ પૂર્ણ નથી થયું. અને ૨૦૧૬ થી ચાલી રહેલુ હાઇવેનું કામ ક્યારે પૂર્ણ થશે એ કોઈને ખબર જ નથી.

Next Story