રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર: ગુજરાતની ત્રણ બેઠકો માટે 24 તારીખે યોજાશે ચૂંટણી

New Update
રાજ્યસભાની ચૂંટણી તારીખો જાહેર: ગુજરાતની ત્રણ બેઠકો માટે 24 તારીખે યોજાશે ચૂંટણી

રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. 24 જુલાઇએ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન યોજાશે તેમજ ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. આ દરમિયાન ગોવા, ગુજરાત, બંગાળ સહિત 10 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની બેઠકોની ચૂંટણીને લઈ કાર્યક્રમ જાહેર કર્યો છે. જે પ્રમાણે 13 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે તેમજ 24 જુલાઇએ મતદાન થશે. અત્રે તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂરી થતા તેમની બેઠક પર ચૂંટણી યોજાશે. આ ત્રણેય બેઠક પર ઓગસ્ટ મહીનામાં મુદ્દત પૂર્ણ થાય છે.


ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાથી 3 બેઠક ફરી ભાજપના ફાળે જવાની શક્યતા છે. ભાજપ વિદેશમંત્રી એસ.જયશંકરને રિપીટ કરી શકે છે, તો જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા ડ્રોપ થઈ શકે છે.

Latest Stories