Connect Gujarat
ગુજરાત

મુંબઈની મોડેલ સાથે દુષ્કર્મ, અમદાવાદના વેપારી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ !

મુંબઈ ખાતે રહેતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોડલિંગ કરનાર 23 વર્ષીય યુવતીએ 48 વર્ષના વેપારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

મુંબઈની મોડેલ સાથે દુષ્કર્મ, અમદાવાદના વેપારી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ !
X

મુંબઈ ખાતે રહેતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોડલિંગ કરનાર 23 વર્ષીય યુવતીએ 48 વર્ષના વેપારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. થોડા વર્ષો પહેલા વેપારીને જાહેરાત માટે મોડલની જરૂર હોવાથી બંને વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ આરોપી તેની સાથે વારંવાર મુલાકાત કરી હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો. આ દરમિયાન આરોપી યુવતીને પ્રેમ કરતો હોવાનું જણાવતા યુવતીને પણ બાદમાં તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. આરોપીએ વારંવાર લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું જણાવી તેની સાથે મુલાકાત કરી બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ તેણે આ કરાર ન કરતા આખરે યુવતીએ 48 વર્ષીય વેપારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર મુંબઈમાં રહેતી 23 વર્ષીય સ્વરૂપવાન યુવતી ચારેક વર્ષ થી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોડલિંગ કરે છે. તેના પરિવારના તમામ સભ્યો બિહાર ખાતે રહે છે. આજથી સાડા ચારેક વર્ષથી તે મોડલિંગ નું કામ કરતી હતી. તે વખતે વર્ષ 2019માં મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા એક વ્યક્તિએ આ યુવતીને અમદાવાદ ખાતે રહેતા 48 વર્ષીય વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. જે વ્યક્તિનો અમદાવાદમાં કપડાં નો વ્યવસાય છે અને તેને કપડાની જાહેરાત માટે શૂટિંગ કરવાનું છે, તેવું આ યુવતીને જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ 48 વર્ષીય વ્યક્તિ યુવતીને અમદાવાદ બોલાવી હતી. યુવતી અમદાવાદ આવતા તેને રેલ્વે સ્ટેશન આ વ્યક્તિ લેવા ગયો હતો અને બાદમાં તેને એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં જાહેરાત માટે લુક ટેસ્ટ કરવાનું કહી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતી ગભરાઈ જતા તે મુંબઈ જતી રહી હતી. લગભગ બે મહિના પછી 48 વર્ષીય વ્યક્તિ યુવતી ને ફોન કરી અને તેને પ્રેમ કરતો હોવાનું જણાવી જિંદગીભર લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગતો હોવાનું કહેતા યુવતીએ તેની સાથે વાત શરૂ કરી હતી. યુવતી પણ બાદમાં આ વ્યક્તિને પ્રેમ કરવા લાગી હતી. બાદમાં બંને વચ્ચેની મુલાકાત વધી હતી. જ્યારે જ્યારે યુવતી અમદાવાદ આવતી ત્યારે તે આ પ્રેમી સાથે હોટલમાં રોકાતી અને તે દરમિયાન આરોપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. વારંવાર 48 વર્ષીય આ વ્યક્તિ લિવ ઇન રિલેશનશિપમાં રહેશે, તેમ કહેતો હોવાથી અનેકવાર તેને મુંબઈ મળવા પણ જતો હતો અને યુવતીના ઘરે પણ અવારનવાર જતો અને શારીરિક સંબંધ બાંધતો હતો પણ ત્યારબાદ અચાનક આરોપીએ આનાકાની કરી ઝઘડો કરી યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દેતા યુવતીએ આરોપી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Next Story