મહાશિવરાત્રી નિમિત્તે ઓનલાઇન પૂજાનું આયોજન
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વ પૂજાનું કરાયું આયોજન
વેબસાઈડ પર ભક્તોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો
દેશ-વિદેશના 13 લાખ શિવભક્તોએ નોંધાવ્યા નામ
ભક્તો રૂ.25માં ઓનલાઇન નોંધાવી શકે છે નામ
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન અવસર પ્રસંગે ભક્તો માટે ઓનલાઇન બિલ્વ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના કારણે ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઈટ પર વિશેષ પૂજા માટે રેકોર્ડબ્રેક નોંધણી કરવામાં આવી છે.અને ભક્તોના અવિરત પ્રવાહથી ઓનલાઈન સર્વર વ્યસ્ત થઇ જતા IT ટીમો યુદ્ધના ધોરણે કામે લાગી હતી.
પવિત્ર મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભક્તોની પ્રિય રૂપિયા 25 ની વિશેષ બિલ્વપૂજાને દેશ-વિદેશના શિવભક્તો તરફથી અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે.દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાની આ સુવર્ણ તકને ભક્તોએ વધાવી લીધી છે. આંકડાઓ સ્વયં શ્રદ્ધાની સાક્ષી પૂરે છે,અત્યાર સુધીમાં 13 લાખથી પણ વધુ ભાવિકોએ આ પૂજા ઓનલાઈન નોંધાવીને ધન્યતા અનુભવી છે.