Connect Gujarat
ગુજરાત

'મૈડૂસ' વાવાઝોડાને લઈને દેશના 3 રાજ્યોમાં રેડ એલર્ટ, ગુજરાતના વાતાવરણ પર કરશે અસર...

ભારતીય હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાન "મૈડૂસ" સંદર્ભે પવનની મહત્તમ ગતિ 85 કિમી પ્રતિ કલાકની ઝડપને પાર કરવાની સંભાવના વ્યક્ત કરી છે.

મૈડૂસ વાવાઝોડાને લઈને દેશના 3 રાજ્યોમાં રેડ એલર્ટ, ગુજરાતના વાતાવરણ પર કરશે અસર...
X

ભારતીય હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાન "મૈડૂસ" સંદર્ભે પવનની મહત્તમ ગતિ 85 કિમી પ્રતિ કલાકની ઝડપને પાર કરવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગએ મૈડૂસ ચક્રવાત અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ડોપ્લર વેધર રડાર કરાઈકલ ચેન્નઈ ચક્રવાત પર નજર રાખી રહ્યું છે.

IMD અનુસાર, ચક્રવાતી તોફાન હાલમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં કરાઈકલથી 240 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. જેના કારણે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પુડુચેરીના મુખ્યમંત્રી તોફાન પહેલા તૈયારીઓની સમીક્ષા કરી અને તમામ એજન્સીઓને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન "મૈડૂસ"ની અસર જોવા મળી રહી છે. આ વાવાઝોડું 14 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું અને 9 ડિસેમ્બરના રોજ IST 14:30 કલાકે ઉત્તર તમિલનાડુની બહાર બંગાળની ખાડી પર કેન્દ્રિત થયું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. છ કલાક 12 km નું અંતર કાપી રહ્યું છે. જોકે, આજે વાવાઝોડું નબળું પડી જશે. પરંતુ ગુજરાતના વાતાવરણ પર અસર કરશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહનથીએ જણાવ્યું છે કે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ 2થી 4 ડિગ્રી તાપમાન વધી જશે. રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સુંકુ રહેશે. 3 દિવસ બાદ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના છે.

Next Story