ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.35 મીટર નોંધાઈ છે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે.નર્મદા ડેમની જળ સપાટી 135.35 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 1,47,370 ક્યુસેક પાણીની આવક છે તો આ તરફ આવકમાં ઘટાડો થતાં નર્મદા ડેમના ચાર દરવાજા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે પાંચ દરવાજા ખુલ્લા છે. નર્મદા ડેમમાંથી 1,16, 677 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જેમાં રિવર બેડ પાવર હાઉસ મારફતે 43,437 ક્યુસેક અને કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 23,240 પાણી નર્મદા કેનાલમાં જાય છે.આ તરફ નર્મદા ડેમ ૯૦ ટકાથી વધુ ભરાયો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 12.79 ફૂટે પહોંચી છે. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે