ગુજરાતમાં આતંકી હુમલાનું જોખમ? વાંચો કેનેડાએ કેમ કરી એડવાઇઝરી જાહેર

કેનેડાએ પોતાના નાગરિકોને ભારતના ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યો કે જે પાકિસ્તાન સાથે સરહદ શેર કરે છે

New Update
ગુજરાતમાં આતંકી હુમલાનું જોખમ? વાંચો કેનેડાએ કેમ કરી એડવાઇઝરી જાહેર

કેનેડાએ પોતાના નાગરિકોને ભારતના ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યો કે જે પાકિસ્તાન સાથે સરહદ શેર કરે છે તેના તમામ વિસ્તારોનો પ્રવાસ ખેડવાથી બચવાની સલાહ આપી છે. કેનેડા સરકારની લેટેસ્ટ એડવાઈઝરીમાં કહેવાયું છે કે અણધારી સુરક્ષા પરિસ્થિતિ અને બારુદી સુરંગો તથા unexploded ordnance ની હાજરીને કારણે ગુજરાત, પંજાબ અને રાજસ્થાન રાજ્યોમાં પાકિસ્તાન સાથે લાગેલી બોર્ડરના 10 કિમીની અંદરના વિસ્તારમાં નાગરિકો મુસાફરી કરવાથી બચે. કેનેડાની આ એડવાઈઝરી ચોંકાવનારી છે.આ એડવાઈઝરી 27 સપ્ટેમ્બર મોડી રાતે બહાર પાડવામાં આવી. જેમાં ભારતમાં અનેક ભાગોમાં આતંકી હુમલાનું જોખમ હોવાનું કહેવાય છે.

આ એડવાઈઝરી માં ઈન્ડિયન ટેરેટરી લદાખ કે તેની આજુબાજુ મુસાફરી કરવાનું સામેલ નથી. આ કથિત ચેતવણીમાં કેનેડા મૂળના લોકોને આતંકવાદ અને ઉગ્રવાદ જોખમને કારણે અસમ અને મણિપુરની બિનજરૂરી રીતે મુસાફરી કરવાથી બચવાની અપીલ કરાઈ છે. વાત જાણે એમ છે કે 23 સપ્ટેમ્બરે જ ભારતે એડવાઈઝરી બહાર પાડીને કેનેડામાં રહેતા પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે હેટ ક્રાઈમ અને ભારત વિરોધી ગતિવિધિ ને જોતા સાવધ રહેવું. ત્યારબાદ એવું મનાઈ રહ્યું છે કે કેનેડાને આ એડવાઈઝરી ગમી નથી અને તેના જવાબમાં જ તેણે આ આદેશ બહાર પાડ્યો છે. હકીકતમાં વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે કેનેડામાં હેટ ક્રાઈમ, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓમાં તેજી આવી છે. આવામાં ભારતીય નાગરિકો અને કેનેડા મુસાફરી કરનારા ભારતીયો ને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાવધાની વર્તે અને સતર્ક રહે.

Latest Stories