/connect-gujarat/media/media_files/2025/02/07/BNBHEJYOdXoIICqHPIDP.jpeg)
યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા આગામી થોડા દિવસો સુધી બંધ રહેવાની છે. જેને કારણે યાત્રીકોને માતાજીના દર્શન કરવા માટે પગપાળા જવું પડી શકે છે. પંચમહાલના પાવાગઢમાં રોપવે સેવા બંધ રહેશે. આગામી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. એન્યુઅલ મેઇન્ટેનન્સના કારણે રોપ વે સેવા બંધ રહેવાની છે. જેને લઇ યાત્રિકોને 13 દિવસ સુધી પગપાળા મહાકાળીમાંના દર્શને જવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ પાવાગઢમાં હજારોની સંખ્યામાં માંના ભક્તો આવતા હોય છે અને રોપ-વેમાં બેસીને અથવા તો પગપાળા પગથિયાં ચઢીને માંના દર્શન કરતાં હોય છે પરંતુ 13 દિવસ સુધી રોપ-વે મેઇન્ટેનન્સના કારણે બંધ કરી દેવામાં આવશે જેના કારણે ભક્તોએ પગપાળા જવું પડશે.