રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતનાં ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે. સૌ પ્રથમ વાત કરીયે સુરતની સુરત શહેર અને જિલ્લાના 15 જેટલા વિદ્યર્થીઓ યુક્રેનમાં ફસાય ગયા છે. સુરત શહેરના 8 વિદ્યાર્થીઓ સુમિ અને યુક્રેનમાં ફસાયા છે ત્યારે પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનો આજરોજ રજૂઆત કરવા સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને પરત લાવવા સરકાર પગલા ઉઠાવે એવી માંગ કરી હતી
આ તરફ રશિયાએ યુદ્ધ શરૂ કરી દેતા ઉચ્ચ અભ્યાસ માટે યુક્રેન ગયેલા 250 જેટલા ભારતીય વિદ્યાર્થીઓનો સમૂહ યુક્રેનની રાજધાનીથી ભારત આવવા નીકળે તે પહેલા જ ટ્રેન માર્ગે અધવચ્ચે ફસાઈ ગયા છે. આ વિદ્યાર્થીઓના ગ્રુપમાં રહેલી જૂનાગઢની યસ્વી ગોપાલભાઈ ભાટિયા નામની વિદ્યાર્થીનીએ યુક્રેનથી વિડીયો કોલ કરી હાલમાં ફસાયા હોવાનું પરંતુ સુરક્ષિત હોવાનું તેમના પરિજનોને જણાવ્યું હતું.... બીજી તરફ યસ્વી યુક્રેનની રાજધાની સુધી ન પહોંચી શકતા તેણીના માતા-પિતા અને દાદા-દાદીએ ચિંતા વ્યક્ત કરી હતી. જો કે, હાલમાં ટ્રેનમાં ફસાયેલ યસ્વીએ ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓ સતત સંપર્કમાં હોવાનું અને ભારત સરકાર તેમને સુરક્ષિત માદરે વતન પહોંચાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
હવે અરવલ્લીની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના બે યુવકો યુક્રેનમાં ફસાઈ ગયા છે. ભિલોડા તાલુકાના નાનકડા એવા નંદોજ ટાંડા નો વતની ભાવેશ વણઝારા હાલ યુક્રેન માં ફસાયેલા છે ત્યારે તો બીજુ બાજુ યુર્પેમમી ટરનોપીલમાં બે ગુજરાતી ફસાયા છે, જેમાં બાયડના પીપોદરના વતની ધુર્મિત પટેલનો પણ સમાવેશ થાય છે. બંન્ને વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા અર્થે ગયા હતા, પણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા મતભેદ અને યુદ્ધની સ્થિતિમાં બંન્ને યુવકના પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે.હાલની ભયજનક પરિસ્થિતિમાં પોતાના વતનમાં પરત આવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યો છે ત્યારે ભાવેશ વણઝારાના પરિવારજનો પોતાના સંતાનોને પરત લાવવા સરકારને આજીજી કરી રહ્યો છે.