સાબરકાંઠા: ચોરીના ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના 8 સાગરીતો ઝડપાયા,ચોરીના 20 ગુનાનો ભેદ ઉકેલાયો

રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરતી ભટ્ટી ગેંગના સૂત્રધાર સહિત ૮ આરોપીઓને સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

સાબરકાંઠા જિલ્લાઓમાં ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે જેને અટકાવવા પોલીસ દ્વારા ખાસ એક્ષન પ્લાન ઘડવામાં આવ્યો હતો દરમ્યાન રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં ચોરી કરતી ભટ્ટી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ૮ આરોપીઓની ક્રાઇમ બરઞ્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 8.86 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.આરોપીઓની પોલીસે સઘન પૂછપરછ કરતા તેઓએ ઘરફોડ ચોરીના ૨૦ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ દિવસે બંધ મકાનની રેકી કર્યા બાદ પાના,પક્કડ અને ડિસમીસ જેવા સાધનો લઈને ચોરીના ગુનાને અંજામ આપવા નીકળતા હોવાનું બહાર આવ્યું છે.

Latest Stories