સાબરકાંઠા : 4.1 ફૂટની ઊંચાઈ ધરાવતી ધીમહીના કેશ છે 4 ફૂટ લાંબા, કુદરતે આપી અનોખી ભેટ

હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રહેતા સંદીપભાઈ પટેલની ૧૧ વર્ષીય દીકરી ધીમહિ બાળપણથી જ પોતાના માથાના કેશ માટે અનોખો પ્રેમ વર્લ્ડ રેકોર્ડ બનાવશે.

New Update

હિંમતનગરમાં રહેતા સંદીપ પટેલની 11 વર્ષીય દીકરી ધીમહિ પોતાના માથાના કેશને લીધે ચર્ચાસ્પદ બની છે. ધીમહિની હાલમાં ઊંચાઈ ૪ ફૂટ ૧.૫ સે.મી છે, જ્યારે માથાથી પગ સુધીના કેશની લંબાઈ ૪ ફૂટ જેટલી થાય છે. જોકે ધોરણ છમાં અભ્યાસ કરતી ધીમહિ બૌદ્ધિક દ્રષ્ટિએ પણ વિશિષ્ટ હોવાના પગલે તેની અલભ્ય સિદ્ધિથી સ્થાનિક વિસ્તારના લોકો પણ માથાના કેશ જોઈ ન અભિભૂત થાય છે. સાથો સાથ સ્કૂલના બાળકો અને અન્ય લોકોમાં માથાના કેશના પગલે લોકપ્રિય બની રહી છે. સમગ્ર વિશ્વમાં આટલી નાની ઉંમરમાં આટલા મોટા માથાના કેશ હોવાનું પ્રથમ વાર ધ્યાને આવ્યું છે, જેના પગલે આગામી સમયમાં ધીમહિ તેના માથાના કેશના પગલે વર્લ્ડ રેકોર્ડ સર્જી શકે તેમ છે.

પરિવારજનોનું માનવું છે કે ધીમહિ પહેલેથી જ પોતાના માથાના કેશ માટે વિશેષ પ્રેમ ધરાવતી હતી સાથે સાથે અત્યાર સુધીમાં માત્ર એક જ વાર તેના માથાના કેશ પગમાં આવતા હોવાને પગલે કાપવામા આપવામાં આવ્યા છે. આગામી સમયમાં રેકોર્ડ થાય તો સમગ્ર પરિવારને ખુશી થાય તે સ્વાભાવિક છે પરંતુ વર્લ્ડ રેકોર્ડ ન નોંધાય તો પણ ધીમહિને માથાના કેશ પ્રત્યેનો ભાવ ઓછો થાય તેમ નથી.

Latest Stories